જામનગરના મેયર પોતાની કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે ખુબજ કડવો અનુભવ તેઓને થયો હતો, લોકો એ પારાવાર ગંદકી થી ત્રસ્ત થઇ ને મેયરની ગાડી સામે કચરો ઠાલવી દેતા મેયર શરમ થી પાણી પાણી થઇ ગયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/d0b0fef9-c54c-4c18-a468-3b754c305de9-1024x768.jpg)
જાણવા મળ્યા મુજબ જામનગરના મહાનગર પાલિકાના સફાઈ વિભાગ દ્વારા સાફ સફાઈ પ્રત્યે પુરતુ ધ્યાન આપવામાં ન આવતા ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ એક ટ્રેક્ટરમાં કચરો ભરીને મેયરની કાર સામે ઠાલવી દીધો હતો અને મેયરે આ પરિસ્થિતિ અને લોકોનો રોષ પારખીને કાર માંથી બહાર નીકળીને લોકો ને આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાનું આશ્વાશન આપ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
