ભરૂચ ના રહિયાદ ગામ ખાતે આવેલ GNFC કંપની માં ગેસ ગળતરની દુર્ઘટના માં ભારે કરુણાંતિકા સર્જાય હતી.અને ચાર નિર્દોષ કામદારોએ જીવ ગુમાવ્યા હતા.

GNFC કંપની ના જન સંપર્ક અધિકારી દેવાંગ ઠાકોર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવા માં આવ્યુ છે કે આ ઘટના માં મોતને ભેટેલા કોન્ટ્રાક બેઝ ના કામદારોના પરિવાર ને પણ કંપની એમ્પ્લોય ને મળતા વળતર મુજબ જ રૂપિયા 8 લાખ નું વળતર આપવામાં આવશે.ઉપરાંત ઘટના અંગે ટેક્નિકલ ટીમો દ્વારા પણ તપાસ કરવામાં આવશે તેમ તેઓ જણાવી રહ્યા છે.