તારીખ 12મી ના રોજ શનિવારે ભરૂચ ના વરેડીયા ગામ નજીક થી પસાર થતી ભુખી ખાડી ઉપર થી એક ટ્રેલર ખાડીમાં ખાબક્યુ હતુ અને ટ્રેલર ચાલકનું કરુણ મોત નીપજ્યુ હતુ.હજી આ અકસ્માત ભુલાયો નથી ત્યાંજ વધુ એક અકસ્માત સર્જાયો હતો.

તારીખ 13મી રવિવારે વહેલી સવારે વડોદરા થી મુંબઇ તરફ જઇ રહેલા એક ટ્રેલર તેની અાગળ મારબલના પથ્થરો ભરીને રાજસ્થાનના ઝાલોરથી મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકસાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં અાવ્યો હતો.અકસ્માત ને પગલે ને.હા.નં 8 પર ચક્કાજામ ની પરિસ્થિતિ સર્જાય હતી.પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રાફિક નિયંત્ર કરીને માર્ગ વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો અને ઘટના અંગે ની વધુ તપાસ શરુ કરી હતી.