અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓફિસ, ઉદ્યોગ મંડળ તેમજ રોટરી ક્લબ, જેસીસ, શ્રી યુવા મિત્ર મંડળ, જનની ચિંતન સભા સહિતની સહયોગી સંસ્થાઓ દ્વારા આગામી તારીખ 27મી નવેમ્બર ના રોજ જીઆઇડીસીમાં ક્લીનાથોન નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમ અગાઉ તારીખ 19મી નવેમ્બર ના રોજ લિટલ ફલાવર સ્કુલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન વિષય ના બેનર પેઇન્ટિંગ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં 28 વિદ્યાર્થીઓ ભાગ લઈને ચિત્ર સ્પર્ધાને સફળ બનાવશે.
જ્યારે ક્લીનાથોનમાં 18 શાળાના અંદાજીત 1500 વિદ્યાર્થીઓ ઉપરાંત જીઆઇડીસી ના રહીશો સફાઈ અભિયાન માં જોડાશે, અને ત્યાર બાદ સમગ્ર વિસ્તાર 1000 કુડદાન મુકીને વિસ્તાર સ્વચ્છ અને નિરોગી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
