અંકલેશ્વર તાલુકા પોલીસ ને.હા.નં 8 પાનોલી ઓવરબ્રિજ પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક ટેમ્પો શંકાસ્પદ રીતે પસાર થતા ટેમ્પાને અટકાવ્યો હતો. ટેમ્પામાં બાંધેલી તાડપત્રી ખોલીને જોતા તેમાંથી એલ્યુમિનિયમ નો ભંગાર ભરેલેઓ મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પો ચાલાક લખવીરસીંગ કિશનસીંગ શીખ અને નરપત જાતરભાઈ વસાવાના ઓ ને ભંગાર ના સામાન અંગે પુછતા તેઓ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા.તેથી પોલીસે આ એલ્યુમિનિયમ નો સામાન ચોરી નો હોવાની આ શંકા વ્યક્ત કરીને ભંગાર નો સામાન,ટેમ્પો અને બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 5.34 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને ટેમ્પો ચાલક અને ક્લિનરની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
