રાજ્યભર માં સ્થાનિક સ્વરાજયની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફડાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને પેટા ચૂંટણીમાં થયેલ ભાજપ ના ભવ્ય વિજયને વધાવી લીધો હતો,અને આ ખુશીના પ્રસંગે મીઠાઈ વેચીને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

whatsapp-image-2016-11-29-at-6-18-23-pm

તો બીજી તરફ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ભાજપના વિજય બદલ ખુશાલી વ્યક્ત કરી હતી,અને મોદી સરકારના દેશ હિતના નિર્ણયોને આવકારીને મીઠાઈ વહેંચી જીતની ખુશી મનાવી હતી,ઉપરાંત વર્ષ 2017માં યોજાનાર ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં પણ ભાજપ બહુમતી થી વિજયી બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.