Connect Gujarat
બ્લોગ

ટેન્થ ફેઈલ

ટેન્થ ફેઈલ
X

કેરાલામાં કુમલીથી પાંચ કિલોમીટર અંતરે સરકાર માન્ય ગ્રીન વેલી આયુર્વેદિક એન્ડ સ્પાઇસ ગાર્ડન આવેલું છે.ગ્રીન વેલી વિઝીટિંગ પર પ્રદીપ, અનુપ અને પ્રમોદના નામ છે. રિસેપ્શન પર અમારા નામની નોંધણી બાદ એક કેરાલિયન મહિલા ઉંમર પચ્ચીસની આસપાસ, ઊંચાઈ પાંચ ફૂટ, કપાળમાં કેરાલિયન મહિલા કરે એવા શ્વેત અને કેસરી રંગના ટીલા ટપકા. અમને છ જણાને એક છોડ પાસે અર્ધવર્તુળાકારે ઊભા રાખ્યા. વેલકમ ટુ ગ્રીન વેલી કહી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું.

ધીસ ઇઝ પિયર. બ્લેક પિયર. યુ આર ફ્રોમ ગુજરાત. ઈન ગુજરાતી ઈટ ઇઝ નોન એઝ મરી. એમ બોલી મરી પ્લાન્ટમાંથી લીલુછમ્મ મરી તોડીને આપ્યુ. ટેસ્ટ ઈટ. મરીનો જ સ્વાદ.

ત્યાંથી થોડેક આગળ ગયા. કોમેન્ટરી ચાલુ જ હતી. એરિયા ઓફ ગ્રીન વેલી ઇઝ ફિફટીન હન્ડ્રેડ એકર. ધીસ આર સેમ્પલ્સ ઓફ ઓર્ગેનિક પ્લાંટ, હર્બે ક્યૂચીસ પ્લાન્ટ, આયુર્વેદિક સેમ્પલિંગ એન્ડ હર્બલ નર્સરી. સી ધીસ. કિંગ ઓફ મસાલા. તેજાના. કલોવ. ઈન ગુજરાતી ઈટ ઇઝ નોન ઓફ લવિંગ બોટોનિકલ નેઈમ: લુવુન્ગા સ્કેનડ્સ, ફેમિલી: રૂડાસીએ, સાઈટ્રસ ફેમિલી. ઈટસ સિનોનીમસ આર લિમોનીઆ સ્કેન્ડસ, લુવુન્ગા નીટીંડા. ઈન સંસ્કૃત ઈટ ઇઝ નોન એઝ લવંગ લતા, ધનક્ષિકા, ધીરા, ધમાનસોલી. સેમ્પલિંગના બીજા સ્ટેજમાં દૂરથી વૃક્ષ પર સફેદ ઊંધા લટકતા ફૂલો બતાવતા એ કહે ધીસ ઇઝ સ્યુસાઇડ ફલાવર. ઈન ગુજરાતી ઈટ ઇઝ નોન એઝ ધતુરા. ઈફ યુ ઈટ ધ સીડઓફ ધીશ ફલાવર વીથીન નો ટાઈમ ટુ ડાય. ઈફ યુ ડૉન્ટ ચ્યું પ્રોપલી યુ બીકમ મેડ. પાગલ. પોઇઝન ઉતારવા માટે પણ આજ પ્લાન્ટનો ઉપયોગ થાય છે.

એન્ડ ધીસ પ્લાન્ટ્સ આર કારડામોમ. ક્વિન ઓફ કેરાલા. ઈન હિન્દી ઈલાયચી, ઈન ગુજરાતી એલચી. બોટોનિકલ નેઈમ: એલેટોરિયા કારડામોમ ફેમિલી: ઝિનજિબેરાસીઆ, જીંજર ફેમિલી.

-2-

મારી સાથેના મિત્રો ને મેં કહ્યું આ બહેન આયુર્વેદાચાર્ય હોવા જોઈએ. બેચલર ઓફ આયુર્વેદ એન્ડ મેડીસીન ભણ્યા હશે.

અમને સેમલિંગ બતાવી એરકંડીશન રૂમમાં લઈ ગયા. એક રેક પર છ ખાનામાં બધી તેલની બોટલ ગોઠવી હતી. એક પછી એક એક રેકની બોટલ બતાવીને કહે આ બોટલ ખરતા વાળ, ખોડો, ટાલ પડી હોય તો આ રીતે લગાડવાનું. ૪૦ દિવસમાં તેની અસર થાય. બીજા રેકની બોટલ રૂમેટીઝમ, સાંધાના દુ.ખાવા મટાડે ત્રીજા રેકની બોટલ બતાવી કહે શરીરના જે ભાગમાં ચરબી હોય એના પર ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઈઝ લગાડી પછી સ્નાન કરવાનું. આ બોટલના માલિશથી યાદશક્તિ વધે પરીક્ષા પૂર્વે સ્ટુડન્ટ આનું માલિશ કરે તો વાંચેલુ યાદ રહે વિગેરે વિગેરે. બ્લડ પ્રેશર કંટ્રોલ ડાયાબિટીસ કંટ્રોલ ના તેલ પણ બતાવ્યા પ્રાઈઝ વન હન્ડ્રેડ એમ.એલ રૂપિયા છસો.

બાજુના રૂમમાં લૂંગી, હાફ સ્લીવનું વ્હાઈટ શર્ટ પહેરીને તેના બોસ સાથે ઓળખાણ કરાવી હવે મારી ઇંતેજારીનો અંત આવ્યો. પત્રકારનો જીવ એટલે મેં અંગ્રેજી માં પૂછ્યું . વોટ ઇઝ યોર ગુડ નેઈમ બહેને કહ્યું, ''ગીથા. જી, ડબલ ઈ,ટી.એચ.એ ગુજરાતીમાં ગીતા. આઈ,એમ વર્કિંગ હીઅર ફ્રોમ સીક્સ યર્સ આઈ એમ મેરિડ, આઈ હેવ એ ચાઈલ્ડ. મેં કહ્યું. વોટ ઈઝ યોર ક્વોલિફિકેશન. ગીથા સેઈડ, ''આઈ.એમ ટેન્થ ફેઇલ. એક આયુર્વેદાચાર્ય જેટલું જ્ઞાન ધરાવતી કેરાલિયન ગીથાને મનોમન વંદન.

(આ બ્લોગમાં જે તેજાનાના નામ લખ્યા છે, તેના બોટોનિકલ નામ અને ફેમિલી નેઈમ સાચા લખવામાં મારે વ્હારે આવનારા ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડો.દિપક અઢોની એને શ્રી દિલીપસિંહ રણાના આભાર )

Next Story