રંગીલુ રાજકોટ હવે અસામાજિક તત્વોની કરતુતો થી પ્રતિદિન બદનામ થઈ રહ્યુ છે. એક હુક્કા બારમાં ચાર થી પાંચ નશેબાજો એ તોડફોડ કરીને આતંક મચાવતો સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ થયો છે જે સાબિત કરે છે કે રંગીલા શહેરમાં હવે કાયદાનો કે પોલીસનો કૌફ લુખ્ખા તત્વો ને રહ્યો નથી.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલના ત્રીજા માળે હુક્કાબાર આવેલો છે જેમાં ચારથી પાંચ નશેબાજો એ કોઈક બાબતે વાંકુ પડતા તોડફોડ કરી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે હુક્કાબારના માલિકે પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હોવાનું પણ જાણવા મળ્યુ છે.