બોલીવુડ સુપર સ્ટાર સૈફ અલી ખાન અને તેની પત્ની કરિના કપુર ખાનના દાંપત્ય જીવનમાં પુત્ર રત્નનો જન્મ થતા પટૌડી પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

બોલીવુડ ગર્લ બેબો કરિના કપુર ખાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તારીખ 20મી ડિસેમ્બરના રોજ સવારે પુત્ર રત્ન ને જન્મ આપ્યો છે. આ લાગણી સભર પ્રસંગે કરિના અને સૈફે પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મિડીયા પર આ અંગેની પોસ્ટ કરી હતી.

સૈફ અને કરિના એ પોતાના દીકરાનું નામ તૈમુર અલી ખાન રાખ્યુ છે, તૈમુરનો અર્થ પોલાદ થાય છે, અને તૈમુર મુગલ સમ્રાટ હતો જેને ભારત પર ચડાઈ કરી હોવાનું જાણવા મળ્યુ છે.