ભરૂચ કોલેજ રોડ પર આવેલ અને ચટાકેદાર વ્યંજનો પીરસતા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે નાતાલ પર્વના અવસર નિમિતે હોટલને સાન્તા ક્લોઝનો ગેટઅપ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોટલના સુંદર શણગાર સાથે વેટરોએ પણ સાન્તા કેપ ધારણ કરીને હોટલમાં જમવા માટે આવતા ગ્રાહકોને ભોજન પીરસ્યુ હતુ. નાતાલ પર્વની ઉજવણીમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના આ નવતર પ્રયોગને સૌ કોઈએ આવકાર્યો હતો અને ગ્રાહકોમાં પણ ભારે આકર્ષણ જગાવ્યુ હતુ.
