Connect Gujarat
સમાચાર

વેજીટેબલ કોફ્તા

વેજીટેબલ કોફ્તા
X

સામગ્રી :-

  • 300 ગ્રામ વટાણા
  • 300 ગ્રામ ફુલેવર
  • 200 ગ્રામ તળેલ બટાટાની ચીપ્સ
  • 150 ગ્રામ કોબી
  • 150 ગ્રામ ટામેટા
  • 150 ગ્રામ ગાજર
  • 0.5 ચમચી જીરું
  • 3 કપ નારિયેળનું દૂધ
  • 2 ચમચી તેલ
  • 2 કાંદાની લાંબી તળેલી ચીપ્સ
  • સ્વાદ અનુસાર મીઠું

કોફ્તા માટેની સામગ્રી

  • 200 ગ્રામ દૂધી
  • 5 સમારેલા લીલા મરચા
  • 0.5 કપ સમારેલું કોથમીર
  • 1 ટુકડો વાટેલ આદુ
  • મીઠું
  • 5 સ્લાઈડ તળેલ બ્રેડ ચીપ્સ
  • 5 ચમચી ચણાનો લોટ

બનાવવાની રીત :-

  • બધાં શાક સમારવા.
  • પહોળા વાસણમાં બે ચમચા તેલ અને જીરું તેમાં નાખો.
  • પછી આદું, લીલા મરચા, 1.5 કપ નારિયેળનું દૂધ અને પલાળેલ ચોખા નાખો.
  • સાત - આઠ મિનિટ બાદ બાકી રહેલ નારિયેળનું દૂધ, શાક અને મીઠું નાખો.
  • પછી ખુલ્લું રાખી સીઝવો, બાદ નીચે ઉતારી ખુલ્લું મુકો, ઠંડુ પડ્યા પછી અડધું ઢાંકણ ઢાંકીને રાખો
  • હવે કોફ્તા માટે દૂધીને છીણી તેમાં કોફતાનો બધો મસાલો અને ચણાનો લોટ નાખીને હલાવો.
  • તેના પકોડા જેમ કરીને તળો, તે તૈયાર થયેલ શાકમાં નાખો.
  • કાંદાની, બટાટાની અને બ્રેડની તળેલ ચીપ્સ અંદર નાખો.
  • છેલ્લે સમારેલ કોથમીર નાખીને પીરસો.

Next Story