સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને રામ ગોપાલ યાદવની વિરોધી પક્ષ પ્રવૃત્તિઓ પર છ વર્ષ માટે પક્ષમાંથી કાઢી મુકવાના નિર્ણયના એક દિવસ બાદ નાટ્યાત્મક રીતે ઘટનાએ વળાંક લીધો હોય તેમ બંનેની પક્ષમાંથી હકાલપટ્ટી રદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ વિક્રમાદિત્ય માર્ગ નિવાસસ્થાન ખાતે સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચે શાંતિની બેઠક યોજાઈ હતી જેમાં ટૂંક સમયમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે નેતાજી(મુલાયમ સિંહ યાદવ) દ્વારા અખિલેશ યાદવ અને રામ ગોપાલ યાદવની હકાલપટ્ટી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર બંને વચ્ચેની સુલેહ બાદ મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવના ઉમેદવારોને લિસ્ટ રદ કરવામાં આવશે અને તેને સ્થાને બંનેની સહમતિ સાથે ઉમેદવારોની નવી લિસ્ટ બહાર પાડવામાં આવશે.