બોલીવુડ સ્ટાર આમિર ખાનની તાજેતર માંજ આવેલ કુસ્તી આધારિત ફિલ્મ દંગલે 345.3 કરોડ રૂપિયાની કમાણી કરીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મ દંગલ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પીકે નો રેકોર્ડ તોડી નાખ્યો છે અને ભારતીય ફિલ્મ જગતમાં એક નવો બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે.
આ પહેલા પણ આમિર ની ફિલ્મે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે અને ભારતીય ફિલ્મમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યુ છે. દંગલ 23 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં હતી.
નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 400 કરોડની ક્લબ માં સ્થાન પામશે એવું માનવામાં આવી રહ્યુ છે.
