રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અત્યાર સુધીમાં 20 લાખથી પણ વધુ લોકોએ ખોડલધામની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યુ છે.

ખોડલધામ માં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે 48 વીંઘા જગ્યામાં ભોજન શાળા બનાવવામાં આવી છે. ભોજન પિરસવા માટે 12.50 લાખ જેટલા થાળી વાટકા સેટ રાખવામાં આવ્યો છે. ખોડલધામમાં હાલ અંદાજે એક કલાકમાં 2.50 લાખ જેટલા ભાઈઓ બહેનો એકસાથે પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ખોડલધામ ની અત્યાર સુધીમાં 20 લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકત લીધી છે અને માનવ મહેરામણ ના પ્રવાહને જોતા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભગરૂપે લોકોને ચોથા દિવસે દર્શન માટે શક્ય હોય તો ન આવવા માટે અપીલ કરીને સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે.