સલમાન ખાનનું મારી કારકિર્દી પાછળ મહત્વનું યોગદાન, જણાવતા હિમેશ રેશમિયા
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગણતંત્ર પર્વની પુર્વ સંધ્યાએ મેગા બોલિવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બોલીવુડનાં પ્રસિધ્ધ હિન્દી ફિલ્મ ગાયક, કમ્પોઝર હિમેશ રેશમિયા તથા ગાયિકા ઐશ્વર્યા મજમુદાર તથા યુવા ગાયક અમન ત્રિકાની સુર રેલાવશે. આ અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હિમેશ રેશમીયાએ જણાવ્યુ હતુ કે આવતા મહિને તે ઝી ટીવી પર શરુ થતા સારેગામા પા લિલ ચેમ્પસમાં જજ તરીકે ફરજ બજાવશે.
હિમેશ રેશમીયાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સલમાન ખાનનું મારી કારકિર્દી પાછળ મોટુ યોગદાન છે. સલમાને તેઓની ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. અને ‘આપ સે મૌસકી’ આલ્બમમાં મે લુલીયા પાસે ગીત પણ ગવડાવ્યુ છે.
હિમેશ રેશમીયાએ કનેકટ ગુજરાતને વધુમાં જણાવ્યુ હતુ કે હાલ ગુજરાતી ફિલ્મોનો સિતારો આશમન પર છે. તો બીજી તરફ ગુજરાતીઓમાં ટેલેન્ટ ઘણુ છુપાયેલુ છે. જરૂર છે તો તે ટેલેન્ટને યોગ્ય રીતે એક્ષપોઝ કરવાની. જેથી તે ટેલેન્ટને ન્યાય મળી શકે. જો ગુજરાતી કલાકારોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કેરીયર બનાવવા માટે મુંબઇ જવુ જ પડશે તેમ તેઓએ ભાર પૂર્વક જણાવ્યુ હતુ.
