26 મી જાન્યુઆરી 2017 ના રોજ અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં પ્રજાસતાક દિનની ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વરની જીનવાલા, યુનિટ ઇંગલિશ મીડીયમ સ્કૂલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 68 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.

આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો પણ બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.