હાલમાં જ સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રમત જગતમાં નામના મેળવનાર પંકજ અડવાણી અને જવાલા ગટ્ટાને સ્થાન ન મળતા બંનેએ પોતાની નારાજગી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી.
જેમાં પંકજ અડવાણીએ ટ્વિટર દ્વારા અને જવાલાએ ફેસબુક પર પોસ્ટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/unnamed-2-9.jpg)
નેશનલ બિલિયર્ડ ચેમ્પિયન પંકજ અડવાણીએ 16 વખત વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતી છે તેમજ 15 વર્ષથી દેશ માટે રમનાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગટ્ટાએ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ અને ગ્લાસગો માં સિલ્વર મેડલ જીત્યો હતો.
