ભરૂચ જિલ્લાની જાયન્ટ ઔદ્યોગિક વસાહત દહેજમાં આવેલ સ્ટર્લિંગ ઓક્સિલરી કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી.

દહેજ ખાતે આવેલ સ્ટર્લિંગ ઓક્સિલરીમાં મધ્યરાત્રિ બાદ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગ લાગી ગઈ હતી,જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની જવાળાઓનું રૌદ્ર સ્વરૂપ પણ ગ્રામજનોએ જોતા દહેશતનો માહોલ સર્જાયો હતો.

કંપની સૂત્રો દ્વારા આગ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા.અને જાણવા મળ્યા મુજબ 5 થી પણ વધુ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર ફાયર ફાઇટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રત્યનો હાથ ધર્યા હતા.

ભીષણ આગની ઘટનાને પગલે ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તેમજ દહેજ પોલીસ દ્વારા વિકરાળ આગ અંગેની ચક્રોગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગની ગંભીરતા પારખી પ્રસાસન દ્વારા ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે જેના પગલે નજીકમાં આવેલ અંબેઠા અને જાગેશ્વર ગામના આશરે 200 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

તેમજ ઘટનાની ગંભીરતા પારખીને પ્રાંત અધિકારી અમિત યાદવ , GPCB , DISH અને સ્થાનિક અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ સાથે વાગરા પંથકના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોની મુલાકાત લઇ યોગ્ય સહાય પુરી પાડવાની તૈયારી બતાવી હતી