મેરઠ અને અલીગઢમાં રેલી બાદ તારીખ 8મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને ગાઝિયાબાદમાં જંગી રેલીને સંબોધિત કરી હતી.

આ રેલીમાં પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી ને નિશાન બનાવતા કહ્યુ હતુ કે સપા સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં જનતાને નિરાશ કરી છે અને ગુંડાઓને પાળી રાખ્યા છે જેથી યુપીના અટકેલા વિકાસને પુનસ્થાપિત કરવા માટે જ આ ચૂંટણી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે યુપીમાં જો બીજેપીની સરકાર બની તો ખેડૂતોના વિકાસની સાથે નોકરીઓમાં થયેલ ગોટાળાઓની પણ તપાસ કરવામાં આવશે.

આ સાથે પીએમ મોદીએ યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રાહુલ પર વાક્બાણની વર્ષા કરી હતી અને ચૂંટણી દ્વારા યુપીમાં પરિવર્તન લાવવાની પ્રજાને અપીલ કરી હતી.