રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ 2.64 લાખનો મુદામાલ ચોરી કરીને ચોર ફરાર.
અંકલેશ્વર જીઆઇડીસીના આંગણ એપાર્ટમેન્ટના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ 2.64 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/c23e626a-ab30-44b0-aa51-318a82040731-576x1024.jpg)
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીના આંગણ એપાર્ટમેન્ટમાં રહેતા બિપિન પ્રેમજીભાઈ લાખીયાઓના મકાનને ગત રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બારીના ભાગેથી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા.
તસ્કરોએ ઘરના બે કબાટ ખોલીને તેમાંથી રોકડ રૂ 15000 તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ 2.64 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/f933c57e-9511-4e5e-aa2b-5ec3438cf007-1024x576.jpg)
બનાવ અંગેની જાણ બિપિન લાખિયાને થતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદ નોંધીને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી.
