Connect Gujarat
સમાચાર

શિવરાત્રી સ્પેશિયલ વીક: સ્પાઈસી એવા ફરાળી પીઝા ની રેસિપી

શિવરાત્રી સ્પેશિયલ વીક: સ્પાઈસી એવા ફરાળી પીઝા ની રેસિપી
X

સામગ્રી :

:- 500 ગ્રામ બટાકા

:- 50 ગ્રામ મોરૈયાનો લોટ

:- 250 ગ્રામ દૂધી

:- 50 ગ્રામ કોપરાની છીણ

:- 1 ટીસ્પૂન તલ

:- 1 ટીસ્પૂન ગરમ મસાલો

:- 1 ઝૂડી લીલી કોથમીર

:- 1 લીબું

:- 25 ગ્રામ માખણ

:- તજ , લવિંગ , ખાંડ , મરચું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર

:- તેલ જરૂર પ્રમાણે

બનાવવી રીત :

:- સૌ પ્રથમ મોરિયાના લોટની કડક કણક બાંધો

:- તેને હાથથી થપથપાવી રોટલો તૈયાર કરો

:- બેકિંગ ડીશમાં તેલ લગાડી આ રોટલો શેકી લો.

:- રોટલા ઠંડા પડી જાય એટલે તેને ઉપયો માં લઈ શકો છો

:- સીંગદાણા કોથમીર આદું મરચામાં જરૂર પ્રમાણે મીઠું ખાંડ અને લીબુનો રસ ઉમેરી ચટણી બનાવો

:- દૂધીને છોલી ને છીણી લો અને બટાકા બાફી ને છોલી લો

:- હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં તજ લવિંગથી વધાર કરો, અને દૂધી બટાકાના મિશ્રણને સાંતળી લો

:- આ ફરાળી પિઝાનું પૂરણ તૈયાર છે.

:- રોટલાને બેક કરો તેના પર ચટણી પાથરી દો હવે તેના પર પૂરણ પાથરો

:- રોટલાને બેક કરી તેને પીઝાની જેમ તૈયાર કરો

:- હવે તેને દહીં કે ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને ફરાળી પિઝાની મઝા માણો

Next Story