બોલીવુડમાં પોતાની સુંદરતા અને એક્ટિંગ થકી દેશી ગર્લનું બિરુદ મેળવનાર પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં પણ પોતાનું સ્થાન મજબુત કર્યુ છે,અને 89માં ઓસ્કાર એવોર્ડ પ્રસંગે પણ રેડ કાર્પેટ પર વ્હાઇટ ગાઉનમાં તેને ચાહકોના દિલ જીતી લીધા હતા.

pee4_1488173107

કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટર ખાતે 89માં એકેડેમી એવોર્ડસ પ્રસંગે પ્રિયંકા ચોપરાને ગૌરવ પૂર્ણ બીજીવાર આમંત્રણ મળ્યુ હતુ.આ વખતે પ્રિયંકાએ વ્હાઇટ ગાઉન આઉટ ફિટમાં જોવા મળી હતી,રેડ કાર્પેટ પર પ્રિયંકાના લુકને તેના ચાહકોએ ખુબજ પસંદ કર્યો હતો.

pee6_1488173113

બોલીવુડથી પોતાની ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરનાર પ્રિયંકાએ અમેરિકન ટીવી શો ક્વાન્ટિકોની સફળતા થી તેને હોલીવુડ સુધીની સફર સર કરી છે,અને હાલ પ્રિયંકા હોલીવુડની બેવોચ ફિલ્મ પણ કરી રહી છે.