દેશના પાંચ રાજ્યો પૈકી બે રાજ્યમાં ઈલેક્શન પૂર્ણ થયુ છે, જયારે ઉત્તર પ્રદેશમાં તબક્કાવાર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, અને ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈને પણ રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા પણ પોતાની શક્રિયતા દર્શાવી રહ્યા છે. અને રાજકીય પક્ષોમાં ભરતી મેળાનો પણ પ્રારંભ થયો છે.

ગુજરાતના ભરૂચ જિલ્લા કોંગ્રેસના એક મોટા નેતા ટૂંક સમયમાં ભાજપામાં જોડાશે તેવા ચોક્કસ સુત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર પ્રજાનું જનાદેશ મેળવી ગાંધીનગર સુધી પ્રતિનિધિત્વ કરનાર આ નેતા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ છોડીને ભગવા રંગે રંગાઈને ભાજપમાં જોડાશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે.

પોતાના સમાજમાં અને મતદારોમાં શ્વેત છબી ધરાવતા આ નેતા એ હાલ સુધી આ સમાચારની કોઈ પુષ્ટિ કરી નથી પરંતુ તેમના જ ટેકેદારો એ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે અને આવનારા દિવસોમાં મોટી જવાબદારી પણ સંભાળશે. જિલ્લાના નેતાઓ ભલે આ વાત થી અજાણ છે પરંતુ જિલ્લાનું સફળ વહીવટ કરનાર કેટલાક સરકારી અધિકારીઓ આ અંડર કરેંટ ન્યુઝને ખુબજ બારીકાઇ થી ફોલો કરી રહ્યા છે.