રાજકોટ અને ભાવનગર માંથી ઝડપાયેલા બે આતંકીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેઓના વધુ 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા આતંકી સગા ભાઈઓ વસીમ અને નઈમની ધરપકડ બાદ આગાઉ કોર્ટ દ્વારા તેઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આતંકીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા એટીએસ દ્વારા તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને અલગ અલગ ૧૫ જેટલા મુદ્દાઓ પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરી વધુ ૧૪ દિવસના રીમાન્ડની માંગ કરી હતી.જેની સામે કોર્ટે વધુ ૧૦ દિવસના રિમાન્ડ આપ્યા છે.

પોલીસ દ્વારા રિમાન્ડ માટે જે મુદ્દાઓ મુકવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન જે તપાસ કરવામાં આવી હતી.તેમા અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી.