ભાજપે સર કરેલા ઉત્તરપ્રદેશના શિખર બાદ હવે મુખ્યમંત્રીનો તાજ કોના શિરે પહેરાવવો તેની મડાગાંઠ શરુ થઇ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભેદ સંગઠનના પરિણામે યુપીના રાજકારણ ના સમીકરણો બદલી નાખ્યા છે.
સંગઠન ક્ષમતાના પરિણામે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરીને ભાજપે હરીફ પક્ષોને ભોંયભેગા કરી દીધા છે.ઉત્તરપ્રદેશ સહિત દેશમાં પોતાની ક્ષમતા મુજબ વિજયરથને આગળ ધપાવતા પીએમ મોદી અને રાજકારણના આધુનિક ચાણક્ય અમિત શાહ હવે કોઈ એવા મજબુત મુખ્યમંત્રીને રાજ ગાદીએ બેસાડશે કે જે જ્ઞાતિવાદ થી દૂર રહીને અને રાજ્યને સમૃદ્ધ બનાવશે.દલિત,મુસ્લિમ કે અન્ય વિચારધારાઓ ને જાકારો આપીને યુપીની જનતાએ પોતાનો મત ભાજપને આપ્યો છે, અને હવે ત્યાંની જનતા પણ અનેક અપેક્ષાઓ રાજ્ય સરકાર પાસેથી રાખશે.ત્યારે આ દરેક સ્તર પર અને આવનાર પડકારોને ઝીલીને યુપીમાં સુશાન આપી શકે તેવા ચહેરાની પસંદગી ભાજપ દ્વારા કરવામાં માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
એક ચર્ચા મુજબ યુપી સીએમ ના દાવેદારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ,કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા,ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથ,પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ શર્મા,સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્ય મુખ્યમંત્રી ના દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.
ભાજપ દ્વારા વાદવિવાદ ને દૂર રાખીને સીએમના પદની પસંદગી કરવમાં આવશે.જાણવા મળ્યા મુજબ યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્ય પછાત વર્ગ માંથી હોવાના કારણે તેમનું નામ મોખરે છે,જયારે કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા અમિત શાહના સૌથી નિકટ હોવાના કારણે તેમનું પલ્લુ પણ સીએમ પદ માટે ભારે હોવાનું કહેવાય છે.તો બીજી તરફ હિન્દુત્વના પરિબળના આધારે વિચારીએ તો યોગી આદિત્યનાથ નું નામ પણ સીએમના દાવેદાર માં સામેલ છે.તો દિનેશ શર્મા ભાજપનો બ્રાહ્મણ ચહેરો અને બુદ્ધિજીવી નેતા તરીકે પણ ઓળખાય છે.
નોંધવું ઘટે કે આ તમામ સીએમ પદના દાવેદારો માંથી અન્ય કોઈ નામ પણ પસંદગી પામી શકે છે,જોકે આખરે ભાજપ અને સંઘ દ્વારા જ સીએમ પદના નામ પર અંતિમ મહોર લગાવીને તમામ અટકળોનો અંત લાવવામાં આવશે,ત્યારે હવે યુપી ના સીએમ કોન તેની આતુરતાથી રાહ જોવાય રહી છે./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/03/Keshav-Maurya.jpeg)
કેસરિયા રંગે રંગાયેલા ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી કોન હશે ? ચર્ચા શરુ
