મંદિરની દાનપેટીની ચોરી કરી ચોર ફરાર
અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ લક્ષ્મણ નગર ના હનુમાનજી મંદિરમાં તસ્કરોએ હાથનો કસબ અજમાવીને ચોરીને અંજામ આપ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/03/unnamed-6-2-1024x576.jpg)
અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ લક્ષ્મણ નગરમાં હનુમાનજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.અને મંદિરની લોખંડની ગ્રીલ તોડીને તસ્કરો દાનપેટી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગેની જાણ મંદિર સંચાલક અર્જુન ચૌધરીને થતા તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી, અને જણાવ્યુ હતુ કે મંદિરમાં મળેલ દાન અને વાર્ષિક ભંડારાની રકમ આ મુખ્ય દાનપેટીમાં હતી. જે અંદાજિત રકમ 15000 થી 20000 જેટલી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
