ભરૂચ શહેરના મોટા નાગોરીવાડમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા.

ભરૂચ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના મોટા નાગોરીવાડમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી હતી, અને જુગાર રમતા પાંચ જુગારીયાઓને રંગે હાથ ઝડપી લીધા હતા.

unnamed (4)

પોલીસે પાંચ ઈસમોની ધરપકડની સાથે જુગાર દાવ પર લાગેલ રોકડ, મોબાઇલ ફોન મળીને કુલ રૂપીયા 34,800નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે.