અંકલેશ્વર તાલુકના સેંગપુર ગામ ખાતે કોતરમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂ ભરૂચ એલસીબી પોલીસે શોધી કાઢયો હતો. જોકે ઘટનામાં બુટલેગર ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.

વાલીયા ખાતે રહેતા અંબુ ઝવેરભાઈ પટેલના ઓ એ લુણા ગામે રહેતા જગદીશ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઈને સેંગપુર ગામની કોતરમાં સંતાડેલો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબી પોલીસને મળી હતી.

એલસીબી પોલીસે બાતમીના આધારે સેંગપુર ગામની કોતરો ખુંદી વળતા તેમાંથી વિદેશી દારુ અને બિયર મળીને કુલ 1740 નંગ બોટલો કિંમત રૂપિયા 1.59 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જોકે વિદેશી દારૂની બદી ફેલાવતા અંબુ પટેલ અને જગદીશ વસાવા ફરાર હોવાનું પોલીસ જાણાવી રહી છે.

આ અંગ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.