સામગ્રી :-

  • ૧ કાચી કરી છીણેલી
  • ૩/૪ કપ રવો
  • ૧/૨ કપ ઘી
  • ૮-૧૦ કાજુ ઘીમાં ફ્રાય કરેલા
  • ૧/૨ ચમચી ઈલાયચી પાવડર

બનાવવાની રીત :-

  • પેનમાં થોડી ખાંડ નાખી ગરમ કરો, પાણી પણ નાખો
  • એકવાર જયારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં છીણેલી કેરી મિક્સ કરો
  • હવે ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી એ અડધું બાકી ન રહે
  • હવે તેમાં શેકેલો રવો, ઈલાયચી પાવડર, ઘી નાખીને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય
  • આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં કાઢો,
  • ઠંડુ થવા દો, બસ તૈયાર છે કાચી કેરીનો હલવો
  • આને સુકા મેવાની સજાવત કરીને સર્વ કરો અને બધાની પ્રશંસા મેળવો