Connect Gujarat
બ્લોગ

હાસ્ય કલાકારો હોય કે લેખકો જાણો કેમ વાર્તા માં લેતા હોય છે પત્નીનો સહારો

હાસ્ય કલાકારો હોય કે લેખકો જાણો કેમ વાર્તા માં લેતા હોય છે પત્નીનો સહારો
X

હાલમાં ઘણા એવા હાસ્ય કલાકારો છે જે વિવાહિત નથી પણ પોતાની પત્ની ન હોવા છતાં પણ માર્કેટ ડિમાન્ડને ધ્યાને રાખી પત્નીઓને લગતા જોક્સ પોતાના ટીવી અથવા લાઈવ શો માં પ્રશંસા મેળવવા પીરસતા હોય છે. આજ થી નહિ પણ જુના જમાનામાં પણ પત્નીઓ હાસ્ય કલાકારો, લેખકો અને ગીતકારો માટે હાસ્ય કવિતાઓ, વાર્તાઓ અને ગીતો માટે પ્રેણા સ્વરૂપ રહી છે.

પતિ માટે પત્ની જીવનનું એવુ પાસુ હોય છે કે તેના વગર પતિ ને ચાલતુજ ના હોય અને પત્ની પણ અનેકો વાર પતિઓ ને વેણા મારતી હોય છે કે મારા વગર તમને કોઈ છૂટકો નથી.

હાસ્ય કલાકારો પોતાની વધુ પડતી હાસ્ય કલાકૃતિઓમાં પોતાની પત્નીઓ ની મજાક બનાવતા હોય છે અને પોતાની જાત ને એક માસુમ અને સીધો સાદો બિચારો પતિ સાબિત કરી પ્રશંસા મેળવતા હોય છે.

આ તમામ વાતો પાછળ એક સનાતન સત્ય છે કે ભલે હાસ્ય કલાકાર હોય કે કોઈપણ કલા જગતનો સિતારો એ જયારે પણ કઈંક લખવાની શરુઆત કરે તો એના મગજમાં સૌથી પહેલુ આવતુ પાત્ર તેની પત્નિજ હોય અને પતિની કલાકારીમાં સ્થાન મેળવવુ એ પત્નીને કોઈ દિવસ ખરાબ લાગતુ નથી પછી ભલે એ હાસ્ય રૂપી ખેંચ હોય.

લેખક પતિ, કવિ પતિ કે કોઈ પણ કલાકાર પતિ જયારે પણ પોતાની દોડધામ વાળી જિંદગી થી દૂર જઈ કોઈ પણ લેખ અથવા કવિતા નું સર્જન કરવાની તૈયારી કરે તો પહેલાજ એને પોતાની પત્નિજ યાદ આવતી હોય છે. ઘણા તો કેટલીક રચાનાનો સૌથી પેહલા પોતાની પત્નીને સંભળાવતા હોય અને એમાં યોગ્ય સુધારા પણ પત્નીઓ જ કરી આપતી હોય છે.

હાલમાં માર્કેટમાં અનેક એવા હાસ્ય કલાકારો છે જે પોતાની પત્ની ઉપર બનાવેલી હાસ્ય કલાકૃતિઓ ના કારણેજ ફેમસ થઇ રહ્યા છે. કેજરીવાલ, ફેંકુ, પપ્પુ અને કોંગ્રેસ આ પણ ઘણા લોકોના વિષય હોય છે પણ પત્નીનું પાત્ર પણ એટલુજ પ્રચલિત વિષય બનતો જાય છે.

અમુક કલાકારો વિવાહિત ના હોવા છતાં પણ પત્નીઓ ઉપર જોક્સ કહેતા હોય છે એની પાછળ પણ ફક્ત માર્કેટ ડિમાન્ડજ છે. પત્નીઓ પણ તેમની ઉપર બનેલી રચનાઓનો સહસ સ્વીકાર કરી હાસ્ય મંચ ની શોભા વધારે છે. આજકલ તો મહિલાઓ પણ હાસ્ય દરબારો માં ભાગ લેવા લાગી છે અને તેઓ પણ પતિ વિષય ઉપર હંસી ને લોટપોટ થઇ જવાય તેવા જોક્સ બનાવે છે.

પતિ પત્ની વચ્ચે ના સંબંધ વિશ્વાસ પર ટકેલા હોય છે લગભગ એજ કારણ છે કે હાસ્યનું પાત્ર પતિ બને કે પત્ની કોઈ દિવસ આવા કલાકારો ની જિંદગી માં વિખવાદ નથી આવતો. જો આજ ની યુવા પેઢી પતિ પત્ની વચ્ચે થતા વિખવાદ ને પણ એક હાસ્ય કલાકૃતિ સમજી ભુલાવી શકે તો લગભગ કોઈ ની સાંસારિક અને પારિવારિક જીવનનો અંત ફેમેલી કોર્ટ રૂમ તો નહીંજ થાય.

Next Story