સાંઈ બાબાના દર્શને જવા માંગતા ભક્તો આગામી મહિનાથી વિમાનમાં સીધા શિરડી પહોંચી શકશે, અહેમદનગર જિલ્લામાં મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (MADC) દ્રારા બંધાનારુ આ સૌ પ્રથમ એરપોર્ટ થશે, શિરડી એરપોર્ટ મુંબઈ, દિલ્હી, અને હૈદરાબાદ જેવા એરપોર્ટ સાથે કનેક્ટિવિટી પુરી પાડશે.

એમએડીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશ્વાસ પાટીલે જણાવ્યુ હતુ કે શિરડી ખાતે બનનારુ એરપોર્ટ એમએડીસીનું પ્રથમ એરપોર્ટ હશે, શિરડીનું એરપોર્ટ લગભગ તૈયાર થઈ ગયુ છે, આવતા મહિનાથી એરપોર્ટ મુસાફરોની સેવામાં ખુલ્લુ મુકવામાં આવશે.

શરૂઆતમાં શિરડી એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઈટ્સ ઉપાડવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટસ ઉપાડવામાં આવશે, જેમાં એરપોર્ટ માટે ઉડ્ડયન મંત્રાલયે રૂ. 340.54 કરોડ ફાળવ્યા હતા, જેમાં 3000 ચોરસ મીટરના વિસ્તારમાં ટર્મિનલ બનાવવામાં આવશે, ચાર થી પાંચ ડોમેસ્ટિક ફલાઇટ અહીં લેન્ડ અને ટેકઓફ કરી શકાશે, વર્ષના અંત સુધીમાં ઇન્ટરનેશનલ ફલાઈટના સંચાલન માટે એરપોર્ટને સક્ષમ બનાવશે, પહેલી ઓક્ટોબરે શિરડી સાંઈધામને 100 વર્ષ પુરા થશે.