રાજકોટમાં રાજકારણે હવે તેની સીમા ઓળંગી હોય તેમ લાગી રહ્યુ છે, કોંગ્રેસ દ્વારા પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીના પોસ્ટરોને ફાડવામાં આવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આક્ષેપો પ્રતિઆક્ષેપો ની સાથે પોસ્ટર યુદ્ધ પણ છંછેડાયુ છે.રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેરના કોટેચા ચોકમાં લગાવવામાં આવેલા પીએમ મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોસ્ટર કોંગ્રેસે ફાડી ને વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓ એ હાથમાં ચપ્પુ લઈને સીએમ તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ ફાડયા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં મહિલા કોંગ્રેસ અગ્રણી કાશ્મીરા નથવાણીએ જણાવ્યુ હતુ કે સૌ પ્રથમ ભાજપે અમારા બેનર પર પોતાના બેનર લગાડયા માટે અમે આવુ કરી રહ્યા છીએ.
તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ છે કે કોંગ્રેસ મુખ્યપ્રધાનની કાર્યશૈલી થી ડરી ને આ પ્રકારના કૃત્યો કરી રહી છે.
