અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ મીરા નગર પાસેની ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

જાણવા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર મીરા નગર પાસેની ખુલ્લી જગ્યા માંથી સ્થાનિકોએ એક બળી ગયેલો મૃતદેહ જોયો હતો,અને અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી.

મૃતદેહ કોઈક પુરુષનો હોવાનું જાણવા મળ્યુ છે અને પોલીસ દ્વારા લાશની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે.

હત્યા કરીને પુરાવાનો નાશ તેમજ ઓળખ છુપાવવા માટે લાશને સળગાવી ગેવામાં આવી હોવાનું પણ સુત્રો કહી રહ્યા છે.