હાલમાં જ ગુજરાતના ડેડીયાપાડા ખાતેના પોતાના કાર્યક્રમમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભરૂચ અને નર્મદા જિલ્લાના કોંગી આગેવાનોને મળ્યા હતા. આ મુલાકાત બાદ ભરૂચ જિલ્લાના કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ પણ ખેડૂતોના હિત માટે કેટલીક મહત્ત્વની રજૂઆતો કરી હતી. કોંગ્રેસ પક્ષના પાયાના નેતાઓ જયારે ગુજરાતમાં ચાર પાંચ દિવસ થી રાહુલ ગાંધીના કાર્યક્રમને સફળ બનાવવા ભરૂચમાં હાજર હતા ત્યારે ખેડૂતોને લગતી સમસ્યા રાહુલ ગાંધીને તેમના કાર્યક્રમ દરમિયાન કરાઈ અને અન્ય કોઈ પણ નેતાનેના કરાઈ આ વાતને લઇ કોંગ્રેસ પાર્ટીમાં ધમાસાણ ચાલી રહ્યુ છે.

ભરૂચ જિલ્લાના પ્રશ્નો માટે જિલ્લા કોંગ્રેસના આગેવાનોને પણ સાથેના રખાયા અને ગુજરાત કોંગ્રેસ જ નહિ પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પણ જેમની સલાહ થી ચાલતી હોય એવા રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સહલાકાર અહમદ પટેલને પણ આ રજુઆત ટાણે ઓવરટેક કરાયા હતા તેવું કોંગ્રેસના જ એક આગેવાને પોતાનું નામના લખવાની શરતે જણાવ્યુ છે.

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને પડતી મુશ્કેલીની સમસ્યા અહમદભાઈ પટેલના હોવા છતાં સીધી રાહુલ ગાંધી સુધી જાય તે કેટલી હદે વ્યાજબી છે એ તો કોઈ પણ સમજી શકે છે પણ આ સીધી રજુઆતો પક્ષમાં આંતરિક મતભેદ હોવાના સીધા પુરાવા આપે છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં અહમદ પટેલ એ જ સંદીપ માંગરોલાને ભરૂચ થી ધારાસભ્યની ટિકિટ આપી હતી, જેમાં સંદીપ માંગરોલાનો પરાજય થયો હતો પરંતુ આ વખતે સંદીપ માંગરોલા પોતાની સમસ્યાઓ માટે અહમદ પટેલ પાસે ગયા નહોતા પણ સીધા કોંગ્રેસના ઉપાધ્યક્ષ પાસે જઈ રહ્યા છે તે જિલ્લાના નેતાઓની નજરે રાષ્ટ્રીય આગેવાન અહમદ પટેલને નજર અંદાજ કરવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યુ છે.

કોંગ્રેસ પાર્ટી માટે પોતાના માદરે વતન થી આશરે 10 થી પણ વધુ વર્ષો થી દૂર રહેતા અહમદ પટેલનો ગુજરાત કોંગ્રેસમાં કેમ અંદરખાને વિરોધ થઇ રહ્યો છે તે તો પાર્ટીના નેતાઓ જ જાણે પણ કોંગ્રેસના ભરૂચના અમુક નેતા હવે જિલ્લાની બહાર નીકળી પ્રદેશ પણ નહિ સીધા રાષ્ટ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવવા માંગે છે તે નજરે દેખાઈ આવે છે.