જમ્મુ કાશ્મીરમાં એક પછી એક હુમલાથી લશ્કર પરેશાન છે, જવાનોએ આતંકવાદીઓ સામે કાસો અભિયાન ફરી થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, કાસોનો મતલબ થાય છે ” ઘેરાબંદી કરીને તલાશી અભિયાન”, આ અભિયાન 15 વર્ષ પછી ફરી ઉપયોગમાં લેવામાં આવશે.
સૂત્રો મુજબ કાસોનો ઉપયોગ કાશ્મીરના આંતકવાદ પ્રભાવિત કુલગામ, પુલગામ, તરાલ, બડગામ અને શોપિયામાં સહિતના વિસ્તારમાં કરવામાં આવશે.
સેનાએ સ્થાનિક લોકોના સખ્ત વિરોધ અને તેમના માટે અસુવિધા હોવાથી કાસો બંધ કરવામાં આવ્યો હતો, 2001 પછી માત્ર ગુપ્ત માહિતી જાણ કરવામાં આવતી હતી. અને ત્યારબાદ તેની શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવતુ હતુ, ત્યાં અભિયાન દરમ્યાન ત્યાંની સ્થાનિક જનતાને કેટલીક મુશ્કેલી નો સામનો પણ કરવો પડતો હતો.
