રાજકોટમાં ત્રણ વર્ષ પછી વિધિવત રીતે DEOની નિમણુંક કરવામાં આવી છે, ત્યારે અધિકરીએ ચાર્જ સંભાળતાની સાથે જ કોંગ્રેસ તેમજ વાલીઓના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડયો હતો.
રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રથી RTE હેઠણ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં સરકારી તંત્ર ઠાગાઠૈયા કરતુ હોવાની ફરિયાદો ઉઠી હતી.છેલ્લા કેટલાક સમયથી વાલીઓ અને વિપક્ષ કોંગ્રેસ દ્રારા DEO કચેરીએ ઘેરાવ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં ત્રણ વર્ષ પછી DEOની નિમણુંક કરવામાં આવતા નવા DEOએ ચાર્જ સંભાળ્યો હતો અને કોંગ્રેસે હલ્લાબોલ કરી તેમને બુટ ચંપલ બતાવી વિરોઘ કર્યો હતો. DEO કચેરી ખાતે કોંગ્રેસ અને વાલીઓએ ઘેરાવ કરી હલ્લાબોલ કર્યુ હતુ. જેના કારણે એ ડિવીઝન પોલીસ દોડી આવી હતી.
કોંગ્રેસે સોમવાર સુધીનો સમય આપ્યો છે જો વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ અંગે હકારાત્મક વલણ નહી અપનાવાય તો ઉપવાસ પર બેસી જવાની ચીમકી આપવામાં આવી હતી.
