Connect Gujarat
સમાચાર

રાજસ્થાની કચોરી

રાજસ્થાની કચોરી
X

સામગ્રી :-

  • 2 ચમચી ચણાનો લોટ
  • 2 ચમચી ટોપરાનું છીણ
  • 1 ચમચી શેકેલા તલ - વરિયાળીનો ભૂકો
  • 1 લાલ મરચું
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી ગરમ મસાલો
  • ખાંડ સ્વાદાનુસાર
  • લીબુનો રસ સ્વાદાનુસાર
  • મેદાનો લોટ જરૂર પ્રમાણે
  • તળવા માટે તેલ
  • ગ્રીન ચટણી - ગળી ચટણી
  • દહીં
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ખારી બુંદી
  • કોથમીર સજાવટ માટે
  • મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત :-

  • સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો
  • ત્યાર બાદ તેમાં ટોપરાનું છીણ, તલ વરિયાળીનો ભૂકો લાલ મરચું, મીઠું ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને લીબુનો રસ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ શેકો
  • ત્યાર બાદ આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો
  • હવે મેદાની કણકમાંથી જાડી પુરી વણો
  • તેમાં ચણાના લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પુરી વણો
  • આ સ્ટફ્ડ પુરી ગરમ તેલમાં બદામી તળી લો
  • ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં ઝીણી સમારેલી ડુંગળી ખારી બુંદી અને કોથમીર ડેકોરેટ કરી સર્વ કરો

Next Story