આમોદ જંબુસરના ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે APMC ખાતે તુવેર કેન્દ્ર શરુ કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહીને આમોદ APMC ખાતે તુવેર ખરીદ કેન્દ્ર શરુ કરવા અંગે મામલતદાર તાપીયાવાલાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ, અને તુવેર ખરીદ કેન્દ્ર વહેલી તકે શરૂ કરવા અંગેની માંગ કરી હતી.
આમોદ જંબુસર યુથ કોંગ્રેસ સાથે ખેડૂત અગ્રણી સુરેશ પટેલ,ઇમરાન રાણા સહિતના ખેડૂતો પણ હાજર રહ્યા હતા.
