વાહન ચાલકને ટ્રાફિકના નિયમ ભંગ બદલ ઈ-ચલણ મળશે

રાજકોટમાં દિનપ્રતિદિન વધતી ગુનાખોરીને અટકાવવા પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા શહેરને સીસીટીવી થી સજ્જ કરવાની કવાયત હાથધરી છે.

ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરોને સીસીટીવી થી સજ્જ કરવા સુચના આપી છે. આ સુચના સેઈફ એન્ડ સિક્યોર પ્રોજેકટ અંતર્ગત આપાવમાં આવી છે. આ સુચનાને અનુસરી રાજકોટ શહેર પોલીસ કમિશનર અને સાઈબર સેલ દ્વારા એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરને સીસીટીવી થી સજ્જ કરવામાં આવશે.

શહેર પોલીસની સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા શહેરના જૂદા જૂદા વિસ્તારોની અલગ અલગ વહેંચણી કરવામાં આવી. તેમજ જે તે સ્થળ પર કેટલા અને ક્યા પ્રકારના કેમેરા મુકવા તે પણ નક્કી કરવામાં આવ્યુ છે.

સ્થળનુ નામ સ્થળની સંખ્યા

ફુલ્લી કવર્ડ જંકશન 14

ટ્રાફિક જંકશન 61

સીટી બસ સ્ટોપ 06

એસ ટી ડેપો 01

રેલવે સ્ટેશન 02

ગવર્મેન્ટ બિલ્ડિંગ 13

ગાર્ડન 10

બ્રિજ 10

સરકારી હોસ્પિટલ 03

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા સ્થળની વહેંચણી કરાયા બાદ ક્યા સ્થળ પર કેટલા અને ક્યા પ્રકારના કેમેરા મુકવામાં આવશે. તે અંગે પણ ચિંતન હાથ ધરાયુ હતુ. જે અંતર્ગત ચાર પ્રકારના કેમેરા રાજકોટ શહેર મુકવામાં આવશે. જેમાં ફિક્સ કેમેરા (કે જે 2,3 અને 5 મેગા પિક્સલ વિઝન ધરાવતા હોઈ છે) તેવા 532 કેમેરા પી.ટી.ઝેડ (એટલે કે પેન ટીલ્ટ ઝુમ કેમેરા) 220

એ.એન.પી. આર કેમેરા (એટલે કે ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ નાઈઝેશન) તેવા 112 કેમેરા (જો કોઈ વાહન ચાલક ઝીબ્રા ક્રોસિંગની લાઈન સિગ્નલ બંધ હોય ત્યારે ક્રોસ કરે તેમજ તેની સ્પિડ જે તે રોડ પર નિયત કરેલ સ્પિડ કરતા વધુ હોય ત્યારે આ પ્રકારના કેમેરાથી એક ચલણ જનરેટ કરવામાં આવશે જે ટ્રાફિક શાખા દ્વારા જે તે વાહન ચાલકને આપી દંડ વસુલ કરવામાં આવશે ).

આર.એલ.વી. ડી કેમેરા 112 (આ પ્રકારના કેમેરા એ.એન.પી.આર કેમેરા સાથે કનેકટીવીટી માટે લગાડવામાં આવતા હોય છે.

આ પ્રોજેકટમાં 30 કરોડ જેવો ખર્ચ થવાની સંભાવના છે. જે પૈકી 15 કરોડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. તો 10 કરોડ રાજકોટ મનપા દ્વારા ફાળવવામાં આવશે. જ્યારે 5 કરોડ જનભાગીદારી અને પોલીસના સહયોગથી આપવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ 5 કરોડ પૈકી 1.5 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં લોકોએ આપી પણ દિધા છે.