આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર સબઝાર અહમદ ભટ ના મુત્યુ થયા પછી જમ્મુ કાશ્મીરમાં 50 થી વધારે જગ્યા પર હિંસા ભડકી ઉઠી હતી,આમાં એક સિવિલિયનની મોત થઈ ગઈ છે, અને 60 થી વધારે લોકો ઘાયલ થયા હતા,અને શ્રીનગરના 7 પોલીસ વિસ્તારમાં કર્ફ્યુ લગાવામાં આવ્યું હતુ, ગાન્ડેરબલ જિલ્લામાં 144 ધારા લગાવામાં આવી હતી,સ્કૂલ અને કોલેજ સોમવાર સુધી બંધ કરવામાં આવી હતી, ટ્રેન અને ઈન્ટરનેટ સુવિધા પણ બંધ કરવામાં આવી હતી, જાણકરી મળી હતી કે સિક્યુરિટી ફોર્સેએ શનિવારના રોજ સબઝારને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્યો હતો,આ અંગેની જાણ થતાંજ લોકોએ આર્મી જવાનો પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધુ હતુ.

મીડિયા અનુસાર જાણકારી મળી હતી કે શ્રીનગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ફારુખ લોને જણાવ્યુ હતુ કે રવિવારના રોજ શહેરમાં 7 પોલીસ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે, જે જગ્યા પર કર્ફ્યુ છે તેમાં ખાનયાર,કરાલખુડ, મહારાજ ગંજ, મૈસૂમા, નૌહટ્ટા,રેનવાડી,અને સફાકદળનો સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ સિક્યુરિટી ફોર્સેએ 2 એકાઉન્ટર ઓપરેશનને અંજામ આપ્યો હતો,એક ઓપરેશન રામપુર સેક્ટર અને બીજા ત્રાલમાં ચલાવામાં આવ્યું હતુ,તે દરમિયાન જવાનોએ 10 આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેમાં સબઝારનો પણ સમાવેશ થાય છે.