ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવામાં આવેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ વેબ સાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવ્યુ હતુ.

રાજ્યમાં આ વર્ષે ધો 10માં કુલ 775013 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 528870 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતા રાજ્યનું 68.24 ટકા પરિણામ નોંધાયું છે, રાજ્યભર માંથી A1 ગ્રેડમાં 3750 જ્યારે A2 ગ્રેડમાં 24454 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 451 છે.

સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 79.27 ટકા જ્યારે સૌથી ઓછી પરિણામ નર્મદા જિલ્લાનું 46.90 ટકા પરિણામ આવ્યું છે.આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું 97.47 ટકા પરિણામ આવ્યું છે,તો સા.કા જિલ્લાના લાંબડીયા કેન્દ્રનું સૌથી ઓછું 10.50 ટકા જ પરિણામ નોંધાયુ છે.

જાણવા મળ્યા મુજબ ધો 10 પરીક્ષામાં વિદ્યાર્થીની ઓ એ વિદ્યાર્થીઓને પાછળ ધકેલીને 73.33 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે,જ્યારે છોકરીઓ ની તુલનામાં વિદ્યાર્થીઓનું પરિણામ 64.69 ટકા છે.ગુજરાતી માધ્યમનું 65 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 92 ટકા પરિણામ આવ્યુ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધો.10ની પરીક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી.