સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેની વિવિધ સેવાઓના ચાર્જીસમાં 1 જૂનથી ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ચાર વખત થી વધુ વાર બેન્ક કે ATM માંથી નાણાં ઉપાડવા પર પણ ચાર્જ લાગશે.

દેશની અગ્રગણ્ય બેન્ક SBI બેન્ક દ્વારા 1 જૂનથી બેન્કમાં ફાટેલી કે રદ્દી નોટ બદલવા માટે આવતા ખાતેદારો પાસેથી ચાર્જ વસુલ કરશે. જેમાં કપાયેલી ફાટેલી નોટ બદલવા 2 થી 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ 20 થી વધુ નોટ હોય કે તેની કુલ રકમ 5000 થી વધુ ન હોય તો નહીં ચુકવવો પડે.

વધુમાં ખાતેદારો દ્વારા બેન્ક માંથી કે ATM માંથી ચાર થી વધુ વખત કેસ ઉપાડવા પર પણ ચાર્જ ચૂકવવો પડશે.