ભરૂચ જિલ્લાના આમોદના સમની માર્ગ પર એક ઘટાદાર વૃક્ષ વરસાદી માહોલમાં ધરાશાય થઈ ગયુ હતુ. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.ભરૂચ જિલ્લામાં ક્ષણવાર માટે સર્જાયેલા વરસાદી માહોલ થી જાહેર રસ્તાઓ પર નાશભાગ મચી હતી, ત્યારે ભારે પવનના જોર સામે આમોદ સમની રોડ પર એક વૃક્ષ ધરાશાય થઇ જતા વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો.