Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપથી ગરમીમાં લોકોના હાલબેહાલ

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપથી ગરમીમાં લોકોના હાલબેહાલ
X

અંકલેશ્વર હાંસોટ માર્ગ પરના પટ્ટા પર વસેલા ગ્રામ્ય વિસ્તારોના રહીશો કાળઝાળ ગરમીમાં વીજકાપથી પરેશાન થઇ ગયા છે,વીજ કંપનીના અધિકરીઓ પણ તેઓની વાતને બેધ્યાન કરતા હોવાની ફરિયાદો ગ્રામજનો કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં ચોમાસા પહેલા પ્રિમોનસુન કામગીરી કરવાના બહાના હેઠળ ગમેત્યારે વીજકાપ કરવામાં આવે છે,જેમાં ખાસ કરીને અસહ્ય ગરમીમાં અનિયમિત વીજ પુરવઠો મળતા ગ્રામજનો માટે દિવસ રાત વીજ વગર પસાર કરવી ત્રાસ દાયક બની ગયુ છે.

અંકલેશ્વર હાંસોટ માર્ગ પર આવેલા સજોદ,હરિપુરા,પુનગામ,ધંતુરીયા સહિત ગામના રહીશો અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન છે,અને આ અંગે જયારે વીજ કંપનીમાં ફરિયાદ કરવામાં આવે છે તો તેઓની વાત અધિકરીઓ કાને ધરતા નહોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રિમોનસુન કામગીરી બાદ પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય જાય છે જે વીજ કંપનીની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા કરી રહી છે,જ્યારે તારીખ 2જી જૂનના રોજ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને માત્ર પાંચ દસ મિનિટ જ વરસાદ પડયો હોવાછતાં ઘણા ખરા વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

Next Story