રાજકોટ વિદ્યાનગર મેઈન રોડ ઉપર એમ્બ્યુલન્સ કારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.
આગને કારણે મીની એમ્બ્યુલન્સ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી. આગને કારણે મીની એમ્બ્યુલન્સમાં રાખેલી મેડિકલને લગતી વસ્તુઓ પણ બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો.
