Connect Gujarat
દુનિયા

અમેરિકામાં બેસબોલની પ્રેક્ટિસ મેચ દરમિયાન ફાયરિંગમાં ત્રણ ઈજાગ્રસ્ત

અમેરિકામાં બેસબોલની પ્રેક્ટિસ  મેચ દરમિયાન ફાયરિંગમાં ત્રણ  ઈજાગ્રસ્ત
X

બીજા દિવસે સાન ફ્રાંસિસ્કોમાં પણ અજાણ્યા શખ્સે ફાયરિંગ કરતા ત્રણના મોત

અમેરિકાના વર્જિનિયામાં સાંસદોની વચ્ચે યોજાનાર વાર્ષિક બેસબોલ રમત આયોજનના પહેલા બુધવારના રોજ પ્રેક્ટીસ મેચ દરમિયાન એક અજાણ્યા બંદુકધારીએ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ.જેમાં એક રિપબ્લિકન સાંસદને ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયા હતા,અન્ય સાંસદ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યુ છે.જ્યારે વર્જિનિયા બાદ સાન ફ્રાંસિસ્કોમાં એક અજાણ્યા બંદૂકધારીએ ફાયરિંગ કરી ત્રણ લોકોની હત્યા કરી છે.

ત્યાર બાદ હુમલાખોરે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અમેરિકી પાર્સલ કંપની યૂપીએસના વેરહાઉસમાં બની હતી. હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Next Story