કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 47 વર્ષના થયા છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ તેઓના જન્મદિન પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેઓને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ ટ્વિટર પર રાહુલ ગાંધીને જન્મદિનની શુભેચ્છા આપી હતી, અને રાહુલ ગાંધીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાહુલ ગાંધી વિદેશમાં રજાઓ પસાર કરી રહયા છે,ત્યારે કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ તેઓને ટ્વિટરના માધ્યમ થી રાહુલ ગાંધીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.