ભારતની વસ્તી આગામી સાત વર્ષમાં એટલે કે 2024 સુધીમાં ચીન કરતા વધી જશે,ત્યાં સુધીમાં બંને દેશોમાં લગભગ 144 કરોડ લોકો હશે, અગાઉ વર્ષના સૂત્ર મુજબ વસ્તીના મામલે ભારત ચીનને 2022 સુધીમાં પાછળ છોડશે. એમાં હવે સુધારો કરાયો છે, 2050 સુધીમાં દુનિયામાં હશે લગભગ 10 અબજ લોકો હશે.

આ રિપોર્ટ યુએનના ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર ડિપાર્મેન્ટ દ્રારા જાહેર કરાયા છે, અને ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ : ધ 2017 રિવિઝનના નામે રિલીઝ કરાયું છે.

યુએનના રિપોર્ટ મુજબ હાલ દુનિયાની વસ્તી 7.6 અબજ છે જે 2050માં વધીને 9.8 અબજ થઈ જશે,રિપોર્ટ મુજબ 2050માં ભારતમાં 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા અત્યાર કરતા બમણી થઈ જશે, હાલ દેશમાં લગભગ 14 કરોડ લોકો 60 વર્ષ કરતા વધુ વયના છે, એ દેશની કુલ વસ્તીના લગભગ 11 ટકા છે.