અંકલેશ્વર જીઆઇડીસીના જે પી ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ હોલ ખાતે તારીખ 27મી મંગળવારના રોજ બપોરના 3 કલાકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના સહયોગ થી લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઔધોગિક અને GST અંગેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ તથા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તારીખ 27મી જુન આંતરરાષ્ટ્રીય MSME દિવસ નિમિત્તે ઔદ્યોગિક તથા GST અંગેની ઉદ્યોગકારો તેમજ વેપારી વર્ગોની મુંજવણને દૂર કરવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ બલદેવ પ્રજાપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યકારી સદસ્ય તેમજ કે જનક એન્ડ કં.ના ભાગીદાર સીએ મુકુંદભાઈ રાવ ખાસ ઉપસ્થિત રહીને GST અંગેની જરૂરી માહિતી આપીને ઉદ્યોગકારો તેમજ વેપારી વર્ગને માહિતગાર કરશે.