ભારત સરકાર દ્વારા GSTનું લોન્ચિંગ કરીને વન નેશન વન ટેક્સનો અમલ શરુ કરવામાં આવ્યો છે, GSTના અમલ સાથેજ અન્ય સેવાઓમાં પણ મહત્વના ફેરફારો જોવા મળશે.

જાણવા મળ્યા મુજબ 1 જુલાઈ થી આધારકાર્ડને મહત્વની સેવાઓના લાભ મેળવવા માટે અનિવાર્ય કરવામાં આવ્યું છે જેમ કે IT રિટર્ન ભરવા માટે, પાનને પણ આધારને લીન્ક કરવો પડશે, PF એકાઉન્ટ આધાર સાથે લિંક કરવું પડશે, પાસપોર્ટ બનાવવા માટે આધાર જરૂરી, પાનકાર્ડ માટે પણ આધાર જરૂરી, ફ્રી એલપીજી કનેકશન માટે પણ આધાર જરૂરી, રાશન, અટલ પેન્શન સ્કીમ, આશા સ્કીમ, દિવ્યાંગનો લાભ લેવા, સ્કોલરશીપ, મીડ ડે મીલનો લાભ સહિતની સેવાઓમાં આધાર કાર્ડ અનિવાર્ય અંગ બની ગયું છે.

આ ઉપરાંત બેન્કિંગ, વીમા પોલિસી મોંઘા થવાની સાથે નાની બચત પર ઓછુ વ્યાજ મળશે. તેમજ વિદેશ યાત્રા કરનારે એરપોર્ટે પર ડિપાર્ચર કાર્ડ ભરવુ નહિ પડે, રેલવે યાત્રી આઇડી પ્રુફના સ્વરૂપમાં ડાઉનલોડ થયેલ આધારનું પ્રિન્ટ બતાવી શકશે સહિતની સેવાઓમાં નવા નિયમોનો અમલ પણ 1 જુલાઈ થી જ કરવામાં આવ્યો છે.